Skip to main content
Settings Settings for Dark

ચોમાસામાં માર્ગ સલામતી માટે AMCની નવી પહેલ: ડાયવર્ઝન અને જોખમી સ્થળોએ કરાશે ટ્રાફિક માર્શલ તૈનાત

Live TV

X
  • ચોમાસા દરમિયાન માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને વાહનચાલકોને સમયસર ડાયવર્ઝન તથા જોખમી સ્થળો અંગે માર્ગદર્શન મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટ્રાફિક માર્શલ તૈનાત કરવાની નવી પહેલ હાથ ધરવામાં આવી છે.

    વરસાદી મોસમ દરમિયાન રસ્તાઓ પર ચાલી રહેલી વિવિધ કામગીરી, ડાયવર્ઝન તેમજ અકસ્માતની સંભાવના ધરાવતા સ્થળોએ ટ્રાફિક માર્શલ તૈનાત કરીને વાહનચાલકોને અગાઉથી જ ચેતવણી અને માર્ગદર્શન આપવામાં આવશે.આ પહેલના ભાગરૂપે હાલમાં શહેરના પંચવટી અને પાંજરાપોળ વિસ્તારોમાં ચાલી રહેલી માર્ગ કામગીરીના સ્થળોએ કુલ 4 ટ્રાફિક માર્શલ તૈનાત કરવામાં આવ્યા છે. આ ટ્રાફિક માર્શલ વાહનચાલકોને આગળ માર્ગમાં ડાયવર્ઝન હોવાની માહિતી સમયસર આપશે તેમજ ટ્રાફિકના સરળ સંચાલનમાં મદદરૂપ બનશે. જેના પરિણામે વાહનચાલકોને અચાનક ડાયવર્ઝનનો સામનો કરવો નહીં પડે અને ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ પણ ઓછો થશે.

    AMC દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ ટ્રાફિક માર્શલ તૈનાત કરવામાં આવશે. એટલું જ નહીં, માર્ગ પર મરામત અથવા અન્ય પ્રકારની કામગીરી ચાલી રહી હોય તથા વાહનચાલકો માટે જોખમ ઊભું થતું હોય તેવા સ્થળોને પ્રાથમિકતા આપવામાં આવશે.કોર્પોરેશનનો ઉદ્દેશ માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનો નથી, પરંતુ વરસાદી મોસમ દરમિયાન માર્ગ અકસ્માતોની સંભાવના ઘટાડીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ છે. ટ્રાફિક માર્શલની હાજરીથી વાહનચાલકોને સમયસર માર્ગદર્શન મળશે, જેના કારણે જોખમી સ્થળોએ સાવચેતી રાખવામાં મદદ મળશે. ચોમાસા દરમિયાન શહેરમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ સંબંધિત કામગીરી વચ્ચે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં AMC દ્વારા હાથ ધરાયેલી આ પહેલ માર્ગ સલામતી માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply