છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ
Live TV
-
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 31 જિલ્લાના 121 તાલુકામાં સરેરાશ વરસાદ 7.95 મિલિમીટર પડ્યો છે..જ્યારે રાજ્યમાં સરેરાશ વરસાદ 49.03 ટકા વરસાદ પડ્યો છે.. તો આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતામાં 3.19 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.34 ઈંચ તો કપરાડામાં 1.02 ઈંચ, પાટણમાં 1.14 ઈંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અરવલ્લી અને મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,,.જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. મહત્ત્વનું છે કે રાજ્યના 40 ડેમો હાઈ એલર્ટ પર છે..23 ડેમ એલર્ટ પર છે..તો 15 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે..
12થી 15 જુલાઇ વચ્ચે મધ્યમ વરસાદ પડવાની શક્યતા
પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વિસ્તાર પર મજબૂત લો-પ્રેશર સક્રિય થયું છે. આ ઉપરાંત અન્ય એક ટ્રફની સિસ્ટમ 12 જુલાઇ સુધી ગુજરાત નજીક પહોંચતાં અમદાવાદ સહિત સમગ્ર મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 12થી 15 જુલાઇ વચ્ચે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
આવતીકાલે એટલે કે 14 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના 38 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યના 38 ડેમ હાઈ એલર્ટ પર, 18 ડેમ એલર્ટ પર, 19 ડેમ વોર્નિગ પર. ભારે વરસાદને કારણે સરદાર ડેમ 48.61 ટકા ભરાયો. માહિતી મુજબ રાજ્યના 24 ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ પર મૂકાયા. 51 ડેમ 50 થી 100 ટકા ભરાયા , 44 ડેમ 50થી 70 ટકા ભરાયા, 43 ડેમ 25થી 50 ટકા પાણીની સપાટીએ પહોંચ્યા જ્યારે 44 ડેમ 25 ટકાથી ઓછી સપાટીએ પહોંચ્યા.....
