Skip to main content
Settings Settings for Dark

જમીનમાં NPK ખાતરના સંતુલન દ્વારા પાક ઉત્પાદકતા વધારી શકાય છે : એ.એમ.તિવારી

Live TV

X
  • જી.એસ.એફ.સી. દ્વારા કરજણમાં NPK અને એમોનિયમ સલ્ફેટ ખાતરના ઉપયોગ અંગે ખેડૂતસભાના માધ્યમથી અપાયુ માર્ગદર્શન

    ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લી. (જી.એસ.એફ.સી.) દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વિવિધ ખાતરનું વિતરણ કરવા ઉપરાંત કૃષિ વિષયક માર્ગદર્શન દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરી કૃષિ ઉત્પાદનને વેગ આપવાના આશયથી આધુનિક ખેતી સબંધિત વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેના ભાગરૂપે મંગળવારે વડોદરા જિલ્લાના કરજણ ખાતે ખેડૂતોને રાસાયણિક ખાતરોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવા યોજાયેલ ખેડૂત સભાને જી.એસ.એફ.સી.ના એમ.ડી. શ્રી એ.એમ.તિવારીએ ખુલ્લી મુકી હતી. તિવારીએ ખેડૂતોમાં NPK અને એમોનિયમ સલ્ફેટ ખાતરના વપરાશ અંગે વ્યાપક જનજાગૃતિ આવે તે હેતુથી જનજાગૃતિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ જનજાગૃતિ રથના માધ્યમથી ગામડાઓમાં નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ખાતર વપરાશ અંગે માર્ગદર્શન અપાશે.

    જી.એસ.એફ.સી.ના એમ.ડી.શ્રી એ.એમ.તિવારીએ જણાવ્યું કે, સમયની માંગ અનુસાર ખેડૂતોના હિત માટે કંપનીએ NPK એમોનિયમ સલ્ફેટ, વોટર સોલ્યુબલ ખાતર અને વિવિધ ઉત્પાદનોના વપરાશ અંગે ખેડૂતોને માર્ગદર્શન મળે તે માટે રાજ્યભરમાં આવી ખેડૂતસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તિવારીએ જણાવ્યું કે, રાસાયણિક ખાતરોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ સિવાય ચોથા તત્વ સલ્ફરનું પણ સવિશેષ મહત્વ છે. NPK માં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ ૪:૨:૧ હોવું જોઇએ તે વધીને ૧૧:૩:૧ થયું છે જેથી જમીનની પાક ઉત્પાદકતા ઘટી છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોએ ખાતરનો અસરકારક વપરાશ કરી ૧૨:૩૨:૧૬ તેમજ ૧૦:૨૬:૨૬ NPK ખાતરનો વપરાશ વધારવામાં આવે તો NPK નું જમીનમાં સંતુલન જળવાશે અને પાક ઉત્પાદકતા વધશે. તિવારીએ ખેડૂતોને ખાતરનો બિનજરૂરી વપરાશ ટાળવા તેમજ જમીનમાં ખૂટતા તત્વોની ચકાસણી કરાવી જરૂરિયાત મુજબનું ખાતર વાપરવાનો અનુરોધ કરી જી.એસ.એફ.સી.ના વિવિધ ઉત્પાદનો અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

    આ અવસરે સિનિ. વાઇસ પ્રેસીડન્ટ એસ.પી.યાદવ, ઝોનલ હેડ મનીષ મહેતા, માર્કેટ રીસર્ચ મેનેજર મહેન્દ્રસિંહ પુવાર, જીએસીએલના હેડ કે.જી.ગુપ્તા, વિભાગીય મેનેજર નરેન્દ્રસિંહ જાદવે ખેડૂતોને રાસાયણિક ખાતરના અસરકારક ઉપયોગ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ખેડૂતસભામાં કરજણ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply