જલ્દી જ અમદાવાદથી હવાઇમાર્ગે જઇ શકાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, શરૂ થશે સી-પ્લેન સેવા
Live TV
-
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને કનેક્ટીવીટી વધારવાના હેતુથી ઉડાન સ્કીમ હેઠળ સી પ્લેનના 16 જેટલા રૂટ ચિન્હીત કરવામાં આવ્યાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આ 16 રૂટમાં સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રૂટ પણ સામેલ છે અને આ માટે હાઇડ્રોગ્રાફીક સર્વેની કામગીરી પણ પૂર્ણ થઇ છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, સાબરમતી અને નર્મદા નદી- સ્ટેચ્યુ ઓફ યુનિટી જળવિમાન માર્ગથી સમયની બચત થશે અને પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. ઓકટોબર 2020 સુધીમાં આ પ્રોજેકટ શરૂ થશે.
