જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ખનીજ વિભાગની મોટી કાર્યવાહી
Live TV
-
જામજોધપુર તાલુકાના શેઠવડાળા-સડોદર રોડ પર ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ 4 ડમ્પર અટકાવવામાં આવ્યા હતા. જેમાં 2 ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા અને 2 ડમ્પર રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ ખનિજ વહન કરતા મળી આવ્યા હતા.ખનીજ વિભાગે આશરે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ક્રિષ્ના સ્ટોન ક્રશર અને સ્વાતી સ્ટોન ક્રશર ખાતે કબજો સોંપ્યો છે. સમગ્ર મામલે ખનીજ વિભાગ દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહીમાં જામનગર ખાણ ખનિજ વિભાગના નૈતિકભાઈ, આનંદભાઈ અને નિખીલભાઈ જોડાયા હતા.
