Skip to main content
Settings Settings for Dark

જામનગર જિલ્લામાં 12મા વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી: વિવિધ સ્થળોએ યોગ શિબિરો યોજાઈ

Live TV

X
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના અનુસાર અને જામનગરના જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા 12 માં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

    આ અંતર્ગત જિલ્લાના 8 આયુર્વેદ અને 4 હોમિયોપેથી દવાખાનાઓ દ્વારા તમામ તાલુકાઓમાં વિવિધ સ્થળોએ વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.ચાલુ વર્ષની વૈશ્વિક થીમ “YOGA FOR HEALTHY AGEING” અન્વયે જામનગરની કાલિન્દી સ્કૂલ અને રાજકુમાર શૈક્ષણિક સંકુલ, લતીપુર હાઇસ્કુલ, નાના વડાળા તાલુકા શાળા, મેઘપર તાલુકા શાળા, વાસજાળીયા પ્રાથમિક શાળા, ધુંવાવની વિનય મંદિર હાઈસ્કૂલ અને સણોસરી પ્રાથમિક શાળા ખાતે વિશેષ આયોજનો થયા હતા.મેડીકલ ઓફિસર્સ દ્વારા નાગરિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનો, સૂક્ષ્મ ક્રિયાઓ અને પ્રાણાયામનો સઘન અભ્યાસ કરાવાયો હતો.તબીબો દ્વારા દૈનિક જીવનમાં સ્વસ્થ જીવનશૈલી માટે યોગના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.લોકોમાં જાગૃતિ લાવવા માટે આયુષ ઉપચારો અંગેની પત્રિકાઓનું વિતરણ કરાયું હતું તથા યોગના ફાયદા દર્શાવતા બેનરોનું પ્રદર્શન યોજાયું હતું.આ તમામ યોગ શિબિરોમાં જામનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકો તેમજ ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વાસ્થ્યવર્ધક લાભ મેળવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply