જુનાગઢ ખાતે લેખક નિરંજન ભગતના જન્મ શતાબ્દી પર્વ નિમિત્તે બે દિવસિય સંગોષ્ઠી રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું
Live TV
-
જુનાગઢ ભવનાથ રૂપાયતન ખાતે મૂર્ધન્ય લેખક નિરંજન ભગતના જન્મ શતાબ્દી પર્વ નિમિત્તે સંગોષ્ઠી રાષ્ટ્રીય પરિસંવાદનું બે દિવસય આયોજન કરાયું છે. આ પ્રસંગે ગુજરાતી ભાષાના વિદ્વાનોએ તેમની રચનાઓ રજૂ કરી હતી. આ પરિસંવાદમાં ગુજરાતના પ્રતિષ્ઠિત લેખકો, અને કવિઓએ હાજરી આપી હતી અને નિરંજન ભગતની સિદ્ધિઓ અને સાહિત્ય યોગદાનને બિરદાવ્યા હતા. સાથે સાથે ઉભરતી નવી પેઢી અને પીએચડી કરતા અભ્યાસુઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. લગભગ 300 જેટલા સાહિત્ય રસિકોએ આ કાર્યક્રમને માણ્યો હતો.
