જૂનાગઢ કલેકટર કચેરીમાં 'ધ હ્યુમન લાઇબ્રેરી' માં 'Mind book'નો નવતર પ્રયોગ
Live TV
-
ધ હ્યુમન લાઇબ્રેરી- Mind book એ ડેનમાર્કમાં ઉદ્દભવેલી એક ચળવળ છે, જ્યાં વાર્તા વાંચવા માટે પુસ્તક ઉધાર લેવાને બદલે, તમે વ્યક્તિને ઉધાર લો છો. 2000 માં સ્થપાયેલ વિચાર, "લોકોને ખુલ્લા પુસ્તકો તરીકે પ્રકાશિત કરવા" છે જેથી વ્યક્તિ કોઈના જીવન અને અનુભવના પ્રશ્નો પૂછી શકે અને મુદ્દાઓને વધુ સારી રીતે સમજી શકે. આ માનવ પુસ્તકાલય પ્રોજેક્ટ હવે 70 થી વધુ દેશોમાં અસ્તિત્વ ધરાવે છે.
ધ હ્યુમન લાઇબ્રેરી નામની સ્વૈચ્છિક સંસ્થા, ઇવેન્ટ્સનું આયોજન કરે છે જ્યાં વાચકો ખુલ્લા પુસ્તકો તરીકે સેવા આપતા મનુષ્યો ઉછીના લવામાં આવે છે અને તેમની સાથે વાતચીત કરવામાં આવે છે. અમારા બુકશેલ્ફમાંથી દરેક માનવ પુસ્તક, આપણા સમાજમાં એક જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. આ માનવો ઘણીવાર તેમની જીવનશૈલી, માન્યતા, સામાજિક દરજ્જો, વંશીય મૂળ વગેરેને કારણે પૂર્વગ્રહ, કલંક અથવા ભેદભાવને આધિન વિચારો સાથે આવતા હોય છે.
જૂનાગઢ કલેકટર ઓફિસ ખાતે ધ હ્યુમન લાઇબ્રેરી, કે જેમાં પુસ્તકો નહીં પરંતુ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાની mind book દ્વારા એકબીજાને પોત પોતાની અંગત રજૂઆતો કરી વાતો કરી સુખ દુઃખનું શેરિંગ કરવા ખાસ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે .
અત્યારના આ મોબાઈલ યુગમાં તણાવમાંથી મુક્ત થવા તેમજ મોબાઈલમાંથી બહાર આવવા વ્યક્તિ વ્યક્તિ સાથેનો સંપર્ક જાળવી રાખવા તેમજ મનને હળવું કરવા વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વાર્તાલાપ થવો જરૂરી છે તેથી આ ડેનમાર્ક દેશનો કોન્સેપ્ટ ખાસ ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત Human લાઇબ્રેરીના નામથી જૂનાગઢ કલેકટર ઓફિસ ખાતે શરૂ કરવામાં આવ્યો છે
આ લાઈબ્રેરીને ઉદ્ઘાટન પ્રસંગે કલેકટર રચિત રાજે જણાવ્યું કે લોકો અહીં આવી પોતાની મનની વાત એકબીજાને કરી શકશે તેમજ એક થી ત્રણના સમયમાં આ જગ્યા ખુલ્લી રાખવામાં આવશે તેનું ખાસ રજીસ્ટર પણ બનાવવામાં આવ્યું છે શાંત અને લાઇટ ડેકોરેશન અને ઠંડુ વાતાવરણ આ લાયબ્રેરીમાં હશે , આ પ્રકારના કોન્સેપ્ટથી લોકોનું સામાજિક જીવન સ્ટ્રેસ મુક્ત બને અને લોકો એકબીજાને સમજતા થાય અને પુસ્તક નહીં પરંતુ, વ્યક્તિ જ વ્યક્તિ માટે પુસ્તક બને તેવા ઉમદા આ પ્રયાસના ભાગરૂપે આ ધ હ્યુમન લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે
