જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની કરવામાં આવશે ઉજવણી
Live TV
-
જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. 26મી જાન્યુઆરીએ યોજાનાર પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની પ્રસ્તુતિઓનું આજે ફાઈનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રીએ ધ્વજ વંદનનો સમગ્ર કાર્યક્રમ ગરીમામય રીતે યોજાય તે નિરિક્ષણ કરી અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.
રોમાંચક રિહર્સલ :
આ રિહર્સલમા પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી. સાથે જ રોમાંચ પેદા કરનાર અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો અને ૪ પ્રોફેશનલ ગ્રુપ સાથે ૧૩ કલા જૂથોની કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિવસે સૌરાષ્ટ્ર-ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરની ઝાંખી જોવા મળશે તેમજ ગ્લોબલ બની ચૂકેલ ગરબા, મણીયારો, ટિપ્પણી સહિતના નૃત્ય રજૂ થશે.
સાંસ્કૃતિક કાર્યક્રમો :
જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાજ્યકક્ષાની થવા જઈ રહી છે ત્યારે આજે ફાઈનલ રિહર્સલ ડીઆઈજી નિલેશ જાજડિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલું છે અને આગામી પરેડ ખૂબ સારી રીતે ઉજવાય તે માટેની તમામ સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડીને પોલીસની અલગ અલગ ઈવેન્ટ છે તેમનું પરેડ સહિતનું નિરિક્ષણ કરવામાં આવેલ છે.
