Skip to main content
Settings Settings for Dark

ટ્રેઈન ધ ટ્રેઈનર: દિવ્યાંગ રમતવીરોના ટ્રેઇનર્સ તથા કોચને પ્રશિક્ષણ આપવા માટેનો અનોખો કાર્યક્રમ

Live TV

X
  • સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન - ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નરોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દિવ્યાંગ રમતવીરોના ટ્રેઇનર્સ તથા કોચના પ્રશિક્ષણ માટે ત્રિ-દિવસીય ‘ટ્રેઇન ધ ટ્રેઇનર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
    સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.અર્જુનસિંહ રાણાએ આ બાબતે જણાવ્યું કે, ‘ટ્રેઇન ધ ટ્રેઇનર’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ રમતવીરોના ટ્રેનર્સને પ્રવર્તમાન જ્ઞાન અને કૌશલ્યો મુજબ તૈયાર કરી રાજ્ય અને રાષ્ટ્રના વધુને વધુ પેરા ખેલાડીઓ ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે તે છે. રાજ્ય સરકાર પેરા ખેલાડીઓ માટે હરહંમેશ તમામ જરૂરી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ઇકો-સિસ્ટમ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.
    દિવ્યાંગ રમતવીરોના ટ્રેઇનર્સ તથા કોચીઝના આ તાલીમ કાર્યક્રમમાં વિવિધ વિષયો જેમ કે ક્લાસીફિકેશન, ઇન્ટરેશનલ લાયસન્સ, સ્પર્ધાઓ અંગેની ટેક્નિકલ તેમજ પ્રેક્ટિલ માહિતી, ગુજરાત સરકારની દિવ્યાંગ રમતવીરો માટેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા એવોર્ડ તથા રોકડ પુરસ્કારો અંગેની વિવિધ યોજનાઓ, કેન્દ્ર સરકાર તરફથી મળવા પાત્ર યોજનાઓની માહિતી, સ્પોર્ટ્સ અવેરનેસ, પેરા બેડમિન્ટન, પેરા પાવર લીફ્ટિંગ, પેરા ટેબલ ટેનિસ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
    આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા આશરે 150 થી વધુ ટ્રેનર્સ અને કોચિઝ તેમજ 500થી વધુ રમતપ્રેમીઓ ભાગ ભાગ લઇ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply