ડમ્પર અને કાર વચ્ચે અક્સ્માત સર્જાતા 6 લોકોના મોત
Live TV
-
અમદાવાદ- વડોદરા હાઈવે પર સર્જાયો અક્સ્માત.
ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોનાં મોત થયા છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ અકસ્માત અમદાવાદ- વડોદરા હાઈવે પર સર્જાયો છે. ઘટનાની વિગત અનુસાર અમદાવાદ-વડોદરા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ ઘટના આણંદના અડાસ ગામ પાસેની છે. તો મૃતકોમાં 2 પુરુષ, 3 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. અને તમામના મૃતદેહનો પીએમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
