Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ હર ઘર જલ યોજના હેઠળ પાણી વિતરણ માટે શ્રેષ્ઠ આયોજન, પાણી સમિતિથી ઘરે-ઘરે પહોંચ્યું પાણી

Live TV

X
  • ડાંગ જિલ્લામાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા જિલ્લામાં જલ જીવન મિશન કાર્યક્રમ યોજના અંતર્ગત સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે આ યોજના હેઠળ પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ યોજના હેઠળ લોકોને નિયમિત શુદ્ધ અને પૂરતી માત્રામાં પીવાનું પાણી અપાઈ રહ્યું છે.

    પાણી વિતરણ માટે પાણી સમિતિઃ
    ડાંગ જિલ્લામાં આદિવાસી જીલ્લો હોવાથી જિલ્લાના 3 તાલુકામાં આ યોજના હેઠળ 100 ટકા સરકાર ફાળો આપી રહી છે. લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા માટે અહીં પાણી સમિતિની રચના કરાઈ છે. પાણી સમિતિની રચના કરવાથી તરેક સમિતિ સભ્ય પોતાના ગામની પાણી પૂરવઠા યોજના લાંબાગાળા સુધી કાર્યરત રહે તે માટે કામ કરે છે. આ યોજનાનું આયોજન અને અમલીકરણ ગામનાં લોકો જ કરે અને તેનો અમલ પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે.

    ઘર આંગણે પહોંચ્યું પાણીઃ
    ડાંગ જિલ્લાના પિંપરી ગામમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ વાસ્મો દ્વારા ગ્રામજનોને પાણી મળી રહે તે માટે ઠેરઠેર પાણીની ટાંકીઓ મૂકવામાં આવી છે. લોકોના ઘરે-ઘરે પીવાનું પાણી પહોંચે તે માટે ઘર આંગણે પાણીના નળ પણ મુકવામાં આવી છે. ઘર આંગણે પીવાનું પાણી ઉપલબ્ધ થતાં ગ્રામીણ મહિલાઓએ હાશકારો અનુભવ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply