ડિફેન્સ એક્સ્પોમાં ‘ઇન્ડિયા પેવેલિયન’ દેશવિદેશના આગંતુકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
DRDO સહિત વિવિધ કંપનીઓ દ્વારા સુરક્ષાસાધનો અને ઉપકરણો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ડિફેન્સ એક્સ્પોમાં ‘ઇન્ડિયા પેવેલિયન’ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ પેવેલિયનમાં ભારતીય લશ્કરની ત્રણેય પાંખ ઉપરાંત ઇસરો અને DRDO સહિત વિવિધ કંપનીઓ દ્વારા સુરક્ષાસાધનો અને ઉપકરણો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં છે. જે દેશવિદેશના ડેલિગેટ્સ અને મુલાકાતીઓમાં આકર્ષણ જમાવી રહ્યા છે.
પ્રદર્શનનું આકર્ષણ
કર્ણ કવચ–સંપૂર્ણ સ્વદેશી બનાવટના આ કવચમાં સૈનિકોના શરીરની સંપૂર્ણ સુરક્ષા માટેની આવશ્યક વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે, બુલેટપ્રૂફ જેકેટ, બેલિસ્ટિક હેલ્મેટ, ટેક્ટિકલ ગ્લોવ્ઝ, ની પેડ્સ ઉપરાંત લેઝર ડેઝલર, મિનિ રિમોટલીપાયલોટેડ એરક્રાફ્ટ સહિતનાં સુરક્ષા સાધનોનો સમાવેશ થાય છે.
પૂર્ણ કવચ દૃષ્ટિ ટેન્ક– આ ટેન્ક દિવસે તેમજ રાત્રે સંપૂર્ણ વિઝિબિલિટી સાથે 360 ડિગ્રીએ નજર રાખી શકે છે.
દક્ષ ડિફ્યુઝર– DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ડિફ્યુઝર બોમ્બ, મોર્ટારને ડિફ્યુઝ કરવામાં તેમજ બે કિમીની રેન્જમાંમિસાઇલના વહન માટે આ વાહન અત્યંત ઉપયોગી છે.
નેનો તથા માઇક્રો સેટ્લાઇટ્સ– ISRO દ્વારા તૈયાર કરવામાં આવેલા અને યુદ્ધકળા તથા જમીન, પાણી અને વાતાવરણના અભ્યાસ માટે બનાવવામાં આવેલા IMS-BUS તથા ઇન્ડિયન-ભૂતાન સેટેલાઇટ તેમજ અન્ય નેનો સેટેલાઇટ્સનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગવ્યાવસાયિક, સરકારી, શૈક્ષણિક તથા એપ્લિકેશન્સમાં વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વનો બની રહે તેમ છે.
તપસ(એડવાન્સ્ડ લોઇટરિંગ સિસ્ટમ)- આ યાન મારણ માટે ઉપયોગી છે.
આ સિવાય અહીં ભારતમાં વિકસાવવામાં આવેલી લાઇટ વેઇટ અને મિડિયમ રેન્જ ગન્સ, અનમેન્ડ ગાઇડેડ વ્હિકલ, વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઇટ સિમ્યુલેટર, વિશિષ્ટ પ્રકારના રડાર, રાજસ્થાનના રણ વિસ્તારો અને પંજાબના સરહદી વિસ્તાર માટે ખાસ બનાવવામાં આવેલું માઇન ફિલ્ડ માર્કિંગ ઇક્વિપમેન્ટ Mk-llસહિત લશ્કરની વિવિધ પાંખો દ્વારા તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક હથિયારો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જે વિશેષ આકર્ષણરૂપ બની રહ્યા છે.
