Skip to main content
Settings Settings for Dark

તળાજા ITI બની યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનું રોલ મોડેલ: શત-પ્રતિશત પ્લેસમેન્ટ સાથે મેળવ્યો ‘બેસ્ટ ITI’નો એવોર્ડ

Live TV

X
  • ભાવનગર જિલ્લાની તળાજા ITI આજે ઉદ્યોગો સાથેના સીધા જોડાણ અને શ્રેષ્ઠ તાલીમ દ્વારા રાજ્યભરના યુવાનો માટે આત્મનિર્ભરતાનું સરનામું બની છે.

    વર્ષ 2008થી કાર્યરત આ સંસ્થાએ છેલ્લાં પાંચ વર્ષથી જિલ્લામાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે અને સતત ત્રણ વર્ષથી અહીં એક પણ બેઠક ખાલી રહી નથી.ઉદ્યોગો સાથે સીધું જોડાણ અને રોજગારી આ સંસ્થા ‘પાર ડ્રગ્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ’ સાથે PPP મોડેલ પર કાર્યરત છે. દેશના 74થી વધુ પ્રતિષ્ઠિત ઉદ્યોગો સાથેના MoU ને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થતાં જ અદાણી સોલર, હોન્ડા અને મારુતિ સુઝુકી જેવી દિગ્ગજ કંપનીઓમાં રોજગારી મળી રહે છે. અત્યાર સુધીમાં 1675થી વધુ યુવાનોને અહીંથી પ્લેસમેન્ટ મળ્યું છે.ગુજરાતમાં પ્રથમ ક્રમ સંસ્થા ટેકનિકલ જ્ઞાનની સાથે સોફ્ટ સ્કિલ્સ અને ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ પર ભાર મૂકે છે. તાજેતરમાં વિદ્યાર્થીની પૂજા દુધરેજીયાએ 'સ્કિલ ઇન્ડિયા' સ્પર્ધામાં રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. ગ્રીન અને ટોબેકો ફ્રી કેમ્પસ ધરાવતી તળાજા ITI ને તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ 2023-24માં સમગ્ર ગુજરાતમાં ‘બેસ્ટ ITI’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply