તાપી નદીના જુદા જુદા ઘાટો પર આરતી અને પૂજા અર્ચના સાથે ઉજવણી
Live TV
-
સુરત શહેરમાં દર વર્ષે આ રીતે તાપી માતાના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે.
સુરત શહેરની જીવાદોરી સમાન માં તાપીના દર વર્ષે જન્મોત્સવ ઉજવવામાં આવે છે. તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે આજે સવારે મોટા સૂર્યોદય ઘાટ પર તાપી માતાને 1100 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. શહેરમાં દર વર્ષે આ રીતે તાપી માતાના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી અને પુરી આસ્થા સાથે કરવા આવતી હોય છે. આજે અષાઢ સુદ સાતમના રોજ તાપી માતાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા લોકો માટે આશીર્વચન રૂપ તાપી નદી મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઇ ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી પસાર થઇ સુરત શહેર નજીક મહાપુરૂષ દુર્વાશા કૃષિની તપોભૂમિ ડુમસ પાસે અરબી સમુદ્રને મળે છે.સુરતીઓ દર વર્ષે તાપીમૈયાના જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે.
