Skip to main content
Settings Settings for Dark

દાહોદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 24મો શાળા પ્રવેશોત્સવ સંપન્ન: 300થી વધુ બાળકોને કરાવ્યો પ્રવેશ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓની મુલાકાત લઈ 24મા શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થઈ 300થી વધુ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલો શાળા પ્રવેશોત્સવ આજે શિક્ષણ ક્ષેત્રે વિકાસનું વટવૃક્ષ બની ગયો છે.

    ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને આધુનિક વિજ્ઞાન લેબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં આવ્યું છે.આદિજાતિ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે. ઉપરાંત, દીકરીઓ માટે 'નમો લક્ષ્મી' અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે 'નમો સરસ્વતી' યોજના હેઠળ 50,000 સુધીની સહાય આપવામાં આવે છે.સ્થળાંતર અટકાવવા પ્રયાસ: સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ‘વનબંધુ કલ્યાણ યોજના-2’ દ્વારા આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ અને શિક્ષણની ક્રાંતિ આવી છે, જેનાથી લોકોનું પલાયન અટકશે. મુખ્યમંત્રીએ વાલીઓને બાળકોના શિક્ષણમાં સક્રિય રહેવા અને પર્યાવરણ સુરક્ષા માટે 'એક પેડ મા કે નામ' અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય, કલેક્ટર અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply