Skip to main content
Settings Settings for Dark

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

Live TV

X
  • દાહોદની કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

    આ બેઠક દરમ્યાન સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પ્રશ્નોના કાયમી નિકાલ અંગે સીધો સંવાદ કરી ચર્ચા કરવામાં આવી હતી. પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા સાથે રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં વધારો કરવા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ સુચના આપી હતી.

    જિલ્લામાં રોડ-રસ્તા તેમજ ખાણ ખનીજ ને લગતા તેમજ અન્ય વિકાસના કામો બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરી નાગરિકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી જીવન જરૂરીયાત વાળા કામોને પ્રાથમિકતા આપવા અંગે રજૂઆત કરવામા આવી હતી. ધારાસભ્યશ્રીઓ દ્વારા સૂચવેલા કામોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો.

    જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારી/કર્મચારીઓ, કચેરીઓને લગતા પ્રશ્નો તેમજ તમામ વિભાગોને સંકલનમાં રહીને કરવાના કામો કરવા સુચાના આપી હતી. શિક્ષણ તેમજ રોડ-રસ્તા જેવા મહત્વના પ્રશ્નો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ લોકો દ્વારા તથા જનપ્રતિનિધિશ્રીઓ તરફથી આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા જણાવ્યું હતું. માત્ર એટલું જ નહીં પણ જે-તે વિભાગો દ્વારા નિકાલ કરાયેલી કામગીરીની ત્વરિત જાણ કરવા પણ વિભાગોને સૂચના આપવામાં આવી હતી.

    આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ક્રરણસિંહ ડામોર,ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલ,તમામ પ્રાંત અધિકારી શ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ,સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply