Skip to main content
Settings Settings for Dark

દિવાળીની રાત્રે રાજ્યના મોટાભાગના શહેરોમાં આગજનની જેવી ઘટનાઓ બની, કોઈ જાનહાની સામે આવી નથી

Live TV

X
  • ધાબે પડી રહેલા કચરામાં રોકેટ પડવાથી આગ લાગી હતી

    દિવાળીની રાત ગુજરાત માટે ભારે રહી હતી. દિવાળીની રાત્રે રાજ્યમાં આગની અલગ અલગ ઘટના બની છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, વઢવાણ, બનાસકાંઠા અને જાફરાબાદમાં આગ લાગવાની ઘટના ઘટી છે. ત્યારે શહેરમાં પણ ફાયર વિભાગના અલગ અલગ કોલ મળ્યા હતા. જેમાં થલતેજ, નિકોલ વિસ્તારમાં મકાનમાં આગ લાગી હોવાના કોલ મળ્યા હતા.

    ધાબે પડી રહેલા કચરામાં રોકેટ પડવાથી આગ લાગી હતી

    અમદાવાદની વાત કરીએ તો નિકોલની કર્મભૂમિ સોસાયટી ઉપર આવેલી એક દુકાનમાં લાગી હતી. તો નિકોલ રિંગ રોડ પર આવેલી સુપ્રિયા હોટલ નજીક આગનો બનાવ બન્યો હતો. જ્યારે થલતેજની મધુવન સોસાયટીની ત્રીજા માળે મકાનમાં આગનો બનાવ બન્યો હતો. ધાબે પડી રહેલા કચરામાં રોકેટ પડવાથી આગ લાગી હતી. જ્યારે અમદાવાદના મિરઝાપુર કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. બગીચા નજીક આવેલા કબાડી માર્કેટમાં લાગી આગ લાગી હતી.

    અમરેલી જાફરાબાદ ખારવા વાડ વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગી

    જૂનાગઢમાં પણ આગ લાગવાની ઘટના ઘટી હતી. શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આગ લાગી હતી. અને ફટાકડાથી રામનાથ મંદિર પાછળ કચરાના ઢગમાં આગ લાગી હતી. જે બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. તો સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ ઉપર રાત્રે બાઈકમાં આગ લાગી હતી. અને રસ્તા પર ફટાકડા ફોડતી વખતે તેના તણખલાથી બાઈક સળગી ઉઠી હતી. બનાવમાં બાઈક સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. જ્યારે અમરેલી જાફરાબાદ ખારવા વાડ વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગી હતી. જોકે મકાન બંધ હોવાથી જાનહાનિ ટળી હતી. તો બનાસકાંઠાના પાલનપુરના આકેશણ રોડ પર ખેતરમાં આગ લાગી હતી. ચિત્રકૂટ સોસાયટી નજીક આવેલા ખેતરમાં પડેલા ભંગારના સામાનમાં આગ લાગી હતી. જ્યારે સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ભંગારના ડેલામાં આગ લાગી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply