દો બુંદ જિંદગી કે, વડોદરામાં ભૂલકાઓને પીવડાવાશે બાળ લકવાથી બચાવતી રસી
Live TV
-
દો બુંદ જિંદગી કે.... આગામી રવિવારથી વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 1.85 લાખથી વધુ ભૂલકાઓને પીવડાવવામાં આવશે બાળ લકવાથી બચાવતી રસી. બાળ લકવા મુક્ત વડોદરા જિલ્લાના દરજ્જાને જાળવી રાખવા આગામી રવિવારથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પોલિયો રસી પીવડાવવાના અભિયાનનું જિલ્લા આરોગ્ય તંત્રે આયોજન કર્યું છે. તેના હેઠળ નવજાતથી લઈને 5 વર્ષ સુધીની ઉંમરના 1.85 લાખથી વધુ ભૂલકાઓને દો બુંદ જિંદગી કે થી જાણીતી બનેલી બાળ લકવાને રોકતી રસીના બે ટીપાંનું પાન કરાવવા વ્યાપક અને સંકલિત વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લામાં 27 ફેબ્રુઆરીથી પહેલી માર્ચ 2022 સુધી પલ્સ પોલીયો રાઉન્ડ યોજાશે, જે અંતર્ગત બાળકોને પોલિયાની રસી પણ આપવામાં આવશે.
મીટીંગમાં વડોદરા જિલ્લાના કુલ 8 તાલુકા અને 4 અર્બન હેલ્થ સેંટર મળીને 870 પોલીયો બુથ, 140 મોબાઇલ ટીમ, 116 ટ્રાંજીટ ટીમનું આયોજન કરી કુલ 1,85,647 0 થી 5 વર્ષના બાળકોને પોલીયોની રસી આપવાની રૂપરેખાની મિંટીગમાં વિગતવાર ચર્ચા કરવાની સાથે જિલ્લામાં કોઇ પણ બાળક રસી વગર રહી ન જાય તેવો ખાસ અનુરોધ કલેકટરે કર્યો હતો. તેમજ આગામી 7 માર્ચ-2022ના રોજ મિશન ઇન્દ્રધનુષ પણ યોજાશે.
