દ્વારકા જગત મંદિર ખાતે આરતીમાં કાળિયા ઠાકોર સંગ રંગે રમશે ભાવિકો રંગોત્સવ
Live TV
-
દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે આજથી ફુલડોલ ઉત્સવ સુધી રોજ સવારે 10:45 વાગ્યે થતી શ્રૃંગાર આરતી તથા સાંજે 7:45 વાગ્યે થતી સંધ્યા આરતીમાં કાળિયા ઠાકોરને અબીલ ગુલાલના છાટણા કરી રંગ રમાડવાનો ભાવ વ્યકત કરાશે. ફુલડોલ (ધુળેટી) સુધી જગત મંદિરમાં વસંતોત્સવ ઉજવાય છે.
મંદિરના પુજારીએ જણાવ્યું કે હોળી આગળના આઠ દિવસ જે હોળાષ્ટક કહેવાય છે. હોળાષ્ટનો પ્રારંભ થતા જ બન્ને આરતી શ્રુંગાર આરતી તેમજ સંધ્યા આરતીમાં શ્રીજીને અબિલ ગુલાલની પોટલી ધરી નિજ મંદિર પટાગણમાં દર્શનાથીઓને ઠાકોરજીના પ્રસાદરૂપે રંગોથી રમાડાય છે.
હજારો ભાવિકો ભગવાન સાથે રંગ રમવા ઉમટી રહ્યા છે. અગામી 25 તારિખના બોપરે ફુલડોલ ઉત્સવ નિજ મંદિરમાં પુજારી પરીવાર અને ભાવિકો દ્વારા ભવ્ય ઉત્સવ ઉજવાશે તેમાં શ્રીજીને ચાંદીની પીચકારી ધારણ કરાય છે. તેમા કેસુડાનો રંગ ભરી શ્રીજીને ફુલડોલ ઉત્સવ ઉજવાય છે. આજથી હોળાષ્ટકનો પ્રારંભ થતા શ્રીજીને સવારે તેમજ સાંજે બન્ને આરતીમાં અબીલ-ગુલાલની પોટલી ધરી તેમાથી દર વર્ષે દર્શનાથીઓને રંગે રમાડવાનું શરૂ કરાય છે. આરતી સમયે ભાવિકોને રંગોથી રમાડવામાં આવશે.
