'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ગુજરાતી કલાકારો વગાડશે ડંકો
Live TV
-
કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, પાર્થિવ ગોહિલ મચાવશે ધૂમ
ગુજરાતના જાણીતા લોક સંગીત ગાયક કીર્તિદાન ગઢવી અને કચ્છનાં જાણીતા લોકગાયિકા ગીતા રબારી બંને મહાનુભાવોને ગીતો સંભળાવશે. 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ગાયકો ભારતીય સંસ્કૃતિના ગૌરવ સમા કાઠીયાવાડી પરંપરાવાળા લોકગીતો, દુહા - છંદની રમઝટ બોલાવશે. તો કિર્તીદાન ગઢવી તેમનું જાણીતુ ગીત લાડકી પ્રસ્તુક કરશે. આ કાર્યક્રમમાં એ. આર. રહેમાન ઉપરાંત સોનુ નિગમ, કૈલાસ ખેર, શાન, અને ગુજરાતના ગાયક પાર્થિવ ગોહિલ પણ રજૂઆત કરવા જઇ રહ્યા છે.
