નર્મદાઃ સાગબારાના દેવમોગરા ખાતે ભાતીગળ મેળાની ઉજવણી, વિવિધ રાજ્યોના લોકો આવે છે મેળામાં
Live TV
-
બે વર્ષના કોરોના કાળ પછી નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વથી આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના પાંચ દિવસીય પરંપરાગત ભાતીગળ મેળાની ઉજવણી શરૂ થઈ છે.
બે વર્ષના કોરોના કાળ પછી નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વથી આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના પાંચ દિવસીય પરંપરાગત ભાતીગળ મેળાની ઉજવણી શરૂ થઈ છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવી રહ્યા છે. ભક્તોની માનતા પૂર્ણ થતાં તેઓ માતાજીના ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે.
સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનરાજીમાં આવેલા દેવમોગરા ગામે યાહામોગી માં આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના આ પૌરાણિક ધાર્મિક સ્થળનો વિસ્તાર ઠંડા પ્રદેશ તરીકે પ્રચલિત છે. નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા દેવમોગરામાં પાંડોરી માતાજીના આ મેળાની ઉજવણી દરમિયાન વિશેષ આયોજન પણ કરવામાં આવે છે. આ મેળામાં ગુજરાત ઉપરાંત નર્મદા જિલ્લાની આજુ-બાજુ આવેલા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાંથી પણ શ્રધ્ધાળુઓ ઉમટે છે.
આ પૈરાણીક મેળામાં ભાવિક ભક્તો સરળતાથી મંદિરના સ્થળે પહોંચી શકે તે માટે વિશેષ રૂટની બસ સુવિધાઓ પણ ઉપસ્થિત કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિષયક સેવાઓ, નિયત કેન્દ્રો ઉપર ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, તબીબોને પેરામેડીકલ સ્ટાફ અને જરૂરી આવશ્યક દવાઓના જથ્થા સાથે તહેનાત કરાયાં છે. આ મેળા દરમિયાન ટ્રાફિક નિયમન સાથે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પૂરતો સુરક્ષા પ્રબંધ કરાયો છે અને CCTV કેમેરાથી નજર રખાઇ રહી છે.
