નર્મદા કિનારાના 320 કિ.મી.ના પરિક્રમાપથને અંદાજે રૂ.40 કરોડના ખર્ચે સુવિધાયુકત બનાવાશે
Live TV
-
ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા કિનારાના 320 કિ.મીના સમગ્ર પરિક્રમાપથને અંદાજીત રૂ.40 કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુકત બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે વમળેશ્વર ખાતે યાત્રિકોની કાયમી સુવિધા વધારવામાં આવશે. જેમાં ડોરમેટરી, પાર્કિંગ, ગેસ્ટ હાઉસ, જુદા-જુદા પ્રવેશ દ્વાર, પાથ-વે, શૌચાલય વગેરે કામોનું કાયમી ધોરણે વિવિધ સુવિધાઓ ઉભી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં પરિક્રમા પથ પર સુવિધાઓ ઉભી થવાથી ધર્મપ્રેમી જનતા સુખરૂપ અને સુવિધાયુકત રીતે મા નર્મદાની પરિક્રમા સંપન્ન કરી શકશે તેમ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નર્મદાના પરિક્રમાપથ પર પરિક્રમાવાસીઓ માટે 1000 બેડની ક્ષમતાવાળો હંગામી વિસામો તૈયાર કરાશે. જેમાં પીવાના શુદ્ધ પાણી, શૌચાલય તથા સી.સી.ટી.વી અને અગ્નિશામક સાધનો, હેલ્પ ડેસ્ક, સુરક્ષા વ્યવસ્થા, હાઉસકીપીંગ, ટેમ્પરરી રસોડાઓ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થશે. આ સાથે ભરૂચ જિલ્લાના વમલેશ્વર ખાતે રાત્રી રોકાણની પરંપરા છે અને આ પરંપરા અનુસાર વમલેશ્વર ખાતે રાત્રીરોકાણ કરતા યાત્રિકોને કોઈ અગવડતા પડે નહી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે એ માટેની આવશ્યક વ્યવસ્થાઓ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાલમાં રૂ.2.17 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી છે. તદુપરાંત ભરૂચ જિલ્લાના મઢી આશ્રમ, રામકુંડ આશ્રમ તથા બલબલા કુંડ ખાતે યાત્રિકો માટેની રાત્રીરોકાણ માટેની કાયમી સુવિધાઓ રૂ.4.06 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી રહી છે.
