Skip to main content
Settings Settings for Dark

નર્મદા: જાહેર વિતરણ વ્યવસ્થામાં ડિજિટલ ક્રાંતિ

Live TV

X
  • નર્મદા: જાહેર વિતરણ વ્યવસ્થામાં ડિજિટલ ક્રાંતિ, CBDC પ્રોજેક્ટથી રેશનકાર્ડ ધારકોમાં ખુશીનો માહોલ

    નર્મદા જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને વધુ પારદર્શક, ઝડપી અને સંપૂર્ણપણે લાભાર્થીલક્ષી બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. જિલ્લામાં ટેકનોલોજીના સમન્વય સાથે CBDC પ્રોજેક્ટનો સત્તાવાર અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ નવીન પહેલના ભાગરૂપે લોન્ચ કરાયેલી ખાસ એપ્લિકેશન રેશનકાર્ડ ધારકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

    નાંદોદના ગ્રાહકો થયા ડિજિટલ: સિસ્ટમ બની સુગમ

    નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આ ખાસ એપ્લિકેશન દ્વારા રેશન વિતરણની પ્રક્રિયા અત્યંત સરળ અને સુગમ બની ગઈ છે. જેના કારણે સ્થાનિક રેશનકાર્ડ ગ્રાહકોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે.

    પોતાનો પ્રતિભાવ આપતા રેશનકાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે, "પહેલાં અમને દુકાને આવ્યા પછી જ ખબર પડતી કે કેટલું અનાજ મળવાપાત્ર છે, અને ઘણીવાર વિગતો સ્પષ્ટ નહોતી હોતી. પરંતુ હવે આ નવી એપના કારણે રેશન મેળવતા પહેલાં જ તમામ સચોટ માહિતી મોબાઇલ સ્ક્રીન પર આંગળીના ટેરવે મળી રહે છે."

    લાંબી લાઇનો અને થમ્બ વેરિફિકેશનના ઝંઝટમાંથી મુક્તિ

    સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને તેમનો હક અને અનાજ સમયસર તેમજ સરળતાથી મળી રહે તેવા હેતુથી આ એપ્લિકેશન લોન્ચ કરાઈ છે. આ નવી ડિજિટલ વ્યવસ્થાના કારણે ગ્રાહકોને હવે મોટા ફાયદા થશે. લાભાર્થીઓને મફત અનાજ મેળવવા માટે હવે પંડિત દીનદાયાળ ગ્રાહક ભંડાર (રેશન દુકાનો) પર કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઘણીવાર નેટવર્ક અથવા ટેકનિકલ ખામીના કારણે બાયોમેટ્રિક (થમ્બ) વેરિફિકેશનમાં થતી અનાવશ્યક રાહ જોવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડિજિટલ ફૂડ કૂપન અને CBDC ના માધ્યમથી થતા આ વ્યવહારને કારણે વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને જથ્થાની ઉચાપતની શક્યતાઓ નહિવત બની જશે.

    નર્મદા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે સફળ રહેલો આ પ્રોજેક્ટ આગામી સમયમાં સમગ્ર રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી માટે રોલ મોડેલ સાબિત થાય તો નવાઈ નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply