Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત ગ્રામ પંચાયતો દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલીનું કરવામાં આવ્યું આયોજન

Live TV

X
  • નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત ગ્રામ પંચાયતો દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ રેલી દ્વારા ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્વચ્છ ગામના સંકલ્પને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સ્વચ્છતા જાગૃતિ રેલી ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગેના સંદેશાઓ સાથે ગ્રામજનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. રેલી દરમિયાન “સ્વચ્છતા અપનાવો, રોગોને દૂર ભગાડો”, “મારો કચરો મારી જવાબદારી” તેમજ “સ્વચ્છ ગામ-સમૃદ્ધ ગામ” જેવા સૂત્રોના ઉચ્ચારણ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

    આ પ્રસંગે ગ્રામજનોને ઘર,જાહેર સ્થળોની નિયમિત સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા, સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરવા તેમજ પર્યાવરણ સંરક્ષણમાં સક્રિય સહભાગી બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સ્વચ્છતા અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો અને ગામોને સ્વચ્છ, હરિયાળા તથા આરોગ્યપ્રદ બનાવવાનો હતો. આ અભિયાનને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વયંસેવકો અને ગ્રામજનો દ્વારા સક્રિય સહકાર આપવામાં આવ્યો હતો.રેલીમાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી, સરપંચઓ, ગ્રામ પંચાયતના સભ્યો, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહિલા મંડળના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply