Skip to main content
Settings Settings for Dark

"નર્મદા રત્ન એવોર્ડ – 2025" સમારોહ ભવ્યતાથી સંપન્ન

Live TV

X
  • "નર્મદા રત્ન એવોર્ડ – 2025" સમારોહ ભવ્યતાથી સંપન્ન, શ્રેષ્ઠ સેવાઓ આપનારનું સન્માન

    નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવા માટે "નર્મદા રત્ન એવોર્ડ – 2025" સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ મનસુખભાઈ વસાવા અને સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલ રાવ અને જિલ્લા પોલીસ વડા અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા.

    આ સમારોહનો મુખ્ય હેતુ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને પ્રોત્સાહન અને માન્યતા આપવાનો છે, જેથી સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિશીલ યોગદાન આપનારા લોકો અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બની શકે. આ કાર્યક્રમ સુરક્ષા સેતુ સોસાયટી–નર્મદા પોલીસ અને અન્ય સહયોગી ખાનગી સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

    કાર્યક્રમ દરમિયાન, જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સેવાઓ પૂરી પાડનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને મોમેન્ટો અને શાલ અર્પણ કરીને "નર્મદા રત્ન એવોર્ડ – 2025" થી સન્માનિત કરવામાં આવ્યા.

    આ પ્રસંગે, મુખ્ય અતિથિઓએ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજ હિતમાં તેમના દ્વારા કરાયેલા સેવાકીય કાર્યોની ભરપૂર પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ તેઓ વધુ સેવાઓ આપીને અન્યને પ્રેરણા પૂરી પાડે તેવો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમે જિલ્લાના વિકાસ અને સેવાભાવનાને વધુ વેગ આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply