Skip to main content
Settings Settings for Dark

નળ સરોવર અને જામનગરમાં ઈન્ડિયન સ્કીમરનું આગમન

Live TV

X
  • નળ સરોવર અને જામનગરમાં ઈન્ડિયન સ્કીમર એટલે કે ઝળહળ પક્ષીનું આગમન શરૂ થઈ ગયું છે, ઈન્ડિયન સ્કીમર એક વિલુપ્ત થતું પક્ષી છે, જે બહુ ઓછી સંખ્યામાં બચ્યા છે. એની વસતી તો ઘણી હોવી જોઈએ પરંતુ વિવિધ કારણોથી હવે તેની વસ્તી માત્ર 10% જ રહી ગઈ છે.

    દેખાવમાં ખૂબ સુંદર આ પક્ષી ઉડતાં ઉડતાં પોતાની લાંબી ખુલ્લી ચાંચથી પાણી ઉપરથી પોતાનો શિકાર જોયે છે અને જેમજેમ તેનો શિકાર પાણીની સપાટીએ આવે છે તે તાત્કાલિક તેને ચાંચમાં દબાવી જાય છે. એટલે કે પાણી ઉપર સ્ક્રીમ કરે છે. આ પક્ષી સંપૂર્ણપણે ભારતીય છે એટલે તેનુંનામ ઈન્ડિયન સ્કીમર છે. 

    આવી જ બે બીજી પ્રજાતીઓ અમેરિકા અને આફ્રિકા માં જોવા મળે છે. સ્કીમર પક્ષી નુંવજન 300 થી 400 ગ્રામ જેટલું હોય છે. આનું કદ 40થી 45 સેન્ટિમીટર જેટલું હોય છે. તેની ચાંચ અને પગ નારંગી રંગના હોય છે જ્યારે શરીર બ્લેક એન્ડ વ્હાઈટ હોય છે. તેની ચાંચ 2થી 2.25 ઈંચ લાંબી હોય છે. દુનિયામાં એવા બહુ ઓછા પક્ષીઓ છે જેમની ચાંચ નીચે તરફ આટલી લાંબી હોય છે. 

    જ્યારે આ પક્ષી તેના પાંખો ફેલાવે છે ત્યારે પાંખોની પહોળાઈ 100થી 130 સેન્ટિમીટર સુધી પહોંચી જાય છે. જુલાઈથી માર્ચ સુધી 9 મહિના તે જામનગરમાં જ રહે છે. પછી એ મધ્યપ્રદેશની નેશનલ ચંબલ સેન્ચ્યુરી તરફ ચાલ્યા જાય છે અને ત્યાં 3 મહિના વિતાવે છે. 

    આખા વર્ષે તે લગભગ 3000 કિમીનું અંતર કાપી ફરી જામનગર પાછા આવે છે. આપણા દેશમાં 1300 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે જેમાં ટોપ 50 પક્ષીઓમાં આ પક્ષીનું નામ આવે છે. જામનગરમાં ચોમાસાની શરુવાર માં ઇન્ડિયન સ્કીમર નું આગમન થતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરમાં ખુશી જોવા મળી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply