Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં વરસાદે તબાહી મચાવી, પૂર્ણાં નદીમાં ઘોડાપુર

Live TV

X
  • નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.. ભારે વરસાદને લઈને અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા છે. વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. સ્ટેશન રોડ, મંકોડિયા અને ધાનેરા પોઇન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને કારણે નદીની જળસપાટીમાં વધારો નોંધાયો છે. પૂર્ણા નદીની સપાટી ભયજનક સ્તર 23 ફૂટે પહોંચી.

    સવારે 8થી 10 દરમિયાન વિવિધ તાલુકાઓમાં નોંધાયેલા વરસાદની વિગતો મુજબ, નવસારીમાં 1.18 ઇંચ, જલાલપોરમાં 1.14 ઇંચ અને ગણદેવીમાં સૌથી વધુ 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે. ચીખલીમાં 0.45 ઇંચ, વાંસદામાં 1.10 ઇંચ અને ખેરગામમાં 0.73 ઇંચ વરસાદ પડ્યો છે.

    વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે 80 થી વધુ માર્ગો બંધ કર્યા છે.. તો બીજી તરફ, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પૂર્ણાં નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે.. નદીના જળસ્તરમાં વધારો થતાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.. જેને લઈ, વહિવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે..

    વરસાદને કારણે વિસ્તારની મુખ્ય નદીઓની જળસપાટીમાં પણ વધારો થયો છે. પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ, અંબિકા નદીની સપાટી 17.22 ફૂટ અને કાવેરી નદીની સપાટી 12 ફૂટ નોંધાઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply