Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

Live TV

X
  • ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને આધુનિક અને ટેકનોલોજી સજ્જ બનાવવાના ઉમદા હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 202.85 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટ્સમાં અત્યાધુનિક ATS બિલ્ડિંગથી લઈને પોલીસ આવાસ સુધીના મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે.

    આ કાર્યક્રમ હેઠળ લોકાર્પણ અને નિર્માણ પામનાર મુખ્ય સુવિધાઓની વિગત નીચે મુજબ છે.નવું ATS બિલ્ડિંગ (છારોડી) ₹47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિશ્વસ્તરીય સુવિધાથી સજ્જ ભવન.અર્બન પોલીસ સ્ટેશન (બોડકદેવ) ₹33.49 કરોડના ખર્ચે આધુનિક પોલીસ સ્ટેશનનું નિર્માણ.પોલીસ આવાસ (અમરાઈવાડી અને કાગડાપીઠ)પોલીસ પરિવાર માટે અંદાજે ₹114 કરોડના ખર્ચે નવા રહેઠાણો અને PSI ક્વાર્ટર્સ.ડૉગ કેનાલ અને ટ્રેનિંગ સેન્ટર (સૈજપુર બોઘા) ₹5.74 કરોડના ખર્ચે તાલીમ સુવિધા.₹1.34 કરોડના ખર્ચે નવા બંગલાના કામો.

    કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "ગુજરાત ATS આજે સાડા છ કરોડ ગુજરાતીઓના અતૂટ વિશ્વાસનું કેન્દ્ર છે. તે માત્ર આતંકી હુમલા સમયે જાગતી ફોર્સ નથી, પરંતુ 24 કલાક કાર્યરત એક 'સાયલન્ટ ફોર્સ' છે." તેમણે એટીએસની નીચે મુજબની સિદ્ધિઓને બિરદાવી હતી.દેશના 14થી વધુ રાજ્યોમાં ડ્રગ્સ ફેક્ટરીઓ પર સફળ દરોડા.ઓનલાઇન 'ટેરર મોડ્યુલ્સ' અને કટ્ટરપંથી નેટવર્કનો પર્દાફાશ.1600 કિમી લાંબી દરિયાઈ સીમા પરથી 75થી વધુ પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ.

    નાણાં અને પોલીસ હાઉસિંગ રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર 'ઝીરો ટોલરન્સ'ની નીતિ સાથે આગળ વધી રહી છે. પોલીસ જવાનો તણાવમુક્ત થઈ ફરજ બજાવી શકે તે માટે આધુનિક આવાસ નિગમ દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.આ પ્રસંગે ગુજરાત પોલીસના આધુનિક હથિયારો અને મરીન કમાન્ડો ફોર્સના અત્યાધુનિક સંસાધનોનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમમાં ATSની કામગીરી અને શૌર્યગાથા દર્શાવતી એક વિશેષ શોર્ટ ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર પ્રતિભાબહેન જૈન, મંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્યઓ, રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિત ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply