નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કેજરીવાલ પર પ્રહાર, 'જુઠ્ઠાણા પર ટકેલી છે AAP પાર્ટી'
Live TV
-
ગુજરાતમાં એક કથિત ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) વેરિફિકેશન કોલ મામલે મોટો ખુલાસો થતા રાજકીય ગરમાવો આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi એ આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક Arvind Kejriwal પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓ રાજ્ય પોલીસને બદનામ કરવા માટે ખોટા આરોપો ફેલાવી રહ્યા છે. આ પ્રકરણમાં AAP ના જ નેતાની ધરપકડ થતા ભાજપે કેજરીવાલને આડે હાથ લીધા છે.
ગુજરાતમાં એક કથિત ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) વેરિફિકેશન કોલ મામલે મોટો ખુલાસો થતા રાજકીય ગરમાવો આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી ના સંયોજક અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓ ગુજરાત પોલીસને બદનામ કરવા માટે ખોટા આરોપો ફેલાવી રહ્યા છે. આ પ્રકરણમાં AAPના જ નેતાની ધરપકડ થતા ભાજપે કેજરીવાલને આડે હાથ લીધા છે.
શું છે સમગ્ર મામલો?
વિવાદની શરૂઆત 28 મેના રોજ થઈ હતી, જ્યારે AAP નેતા દુર્ગેશ પાઠકે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે ગુજરાત પોલીસની IB વિંગ AAP કાર્યકરોને ધમકાવી રહી છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે પણ આ વાતને સમર્થન આપતા દાવો કર્યો હતો કે તેમણે પોતે તે નંબર પર ફોન કર્યો હતો અને સામેની વ્યક્તિએ પોતાને IB અધિકારી ગણાવ્યો હતો.સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે આ કેસમાં AAPના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને નીતિન ડોબરિયાની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે જે નંબર પરથી ધમકીભર્યા કોલ આવતા હતા, તે AAP ના જ કાર્યકરના સંપર્કનો હતો. પોલીસના મતે, આ આખી ઘટના AAP ની આંતરિક જૂથબંધીનું પરિણામ છે. અશોક ઓઝાએ પોતાના જ પક્ષના કાર્યકર કેશવજી ચૌહાણને ડરાવવા અને શહેર છોડવા મજબૂર કરવા માટે આ ષડયંત્ર રચ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કેજરીવાલ પર પ્રહાર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, "તમે જેને IB અધિકારી ગણાવીને જુઠ્ઠાણાનો પહાડ ખડો કરી રહ્યા હતા, તે નંબર તમારા જ માણસનો નીકળ્યો. કેજરીવાલજી, છેતરપિંડી અને જૂઠ બોલવામાં તો તમે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે." નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, "જે પાર્ટીનો પાયો જ જૂઠ પર ટકેલો હોય તેની પાસે શું અપેક્ષા રાખી શકાય? પરંતુ કેજરીવાલજી, આ ગુજરાત છે, અહીં તમારે સત્યનો સામનો કરવો જ પડશે."કાયદાકીય કાર્યવાહી
આ મામલે આનંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2), 204 અને 351(1) તથા આઈટી એક્ટની કલમ 66-D હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકીય નિષ્ણાતોના મતે, આ ઘટના બાદ AAP ની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
