નિરમા યુનિ.એ 25 વર્ષ કર્યાં પૂરા, CM રૂપાણી વર્ચ્યુઅલી જોડાયાં
Live TV
-
આ સંસ્થાની શરૂઆત 1994માં નિરમા શૈક્ષણિક અને સંશોધન સંસ્થા તરીકે થઈ હતી અને તે સમયે તે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી. પાછળથી તે સ્વતંત્ર યુનિવર્સિટીનો દરજ્જો પામીને નિરમા યુનિવર્સિટી બની હતી.
અમદાવાદની નિરમા યુનિવર્સિટીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે તેની રજત જયંતીની ઉજવણી કરાઈ રહી છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ , નિરમા યુનિવર્સિટીના 26માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં તેઓ ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયા હતા.
