પદયાત્રાના પ્રથમ રૂટ માં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી યોજાઈ સરદાર પદયાત્રા
Live TV
-
અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા (યુનિટી માર્ચ).
આણંદ જિલ્લાના આંકલાવ ખાતેથી થયો. સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્ન અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારત તથા આત્મનિર્ભર ભારતના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી એસ.પી. સર્બાનંદ સોનોવાલ, અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ટમ્ટા પદયાત્રામાં જોડાયા.“જય જય સરદાર”, “વંદે માતરમ્” સાથે “My ભારત”, “વિકસિત ભારત” અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”.આંકલાવથી શરૂ થઈ અંદાજિત 13 કિલોમીટરનો રૂટ વડોદરાના સિંધરોટ સુધીનો હતો.
પદયાત્રા દરમિયાન કલા-સંસ્કૃતિ, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો અદભુત સમન્વય જોવા મળ્યો. હઠીપુરા અને ઉમેટા સહિતના વિસ્તારોમાં ગ્રામ્યજનોએ ભવ્ય સ્વાગત કર્યું.કેન્દ્રીય મંત્રીઓ સહિતના મહાનુભાવો દ્વારા સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.યુવા ભારત અભિયાનના વોલન્ટિયરો, સ્કાઉટ-ગાઈડ, NCC, NSS અને સ્થાનિક સરદાર પ્રેમીઓ જોડાયા. પદયાત્રીઓ માટે શરબત, પાણી, છાસ અને નાસ્તાના સ્ટોલોની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને અન્ય જનપ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
