પીએમ મોદીના હસ્તે વડોદરાથી 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન સંસ્કારી નગરી વડોદરા ખાતે વિકાસ પર્વ અને યુવા ઉર્જાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. એમ.એસ. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ રૂ. 35,200 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે તેમણે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) સહિતના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા.

રેમ્પ વોક અને રોકસ્ટાર સ્ટાઇલમાં યુવાનો સાથે સંવાદ
વડોદરાના કાર્યક્રમમાં પહેલીવાર પ્રધાનમંત્રીનો એક અનોખો અને આધુનિક અંદાજ જોવા મળ્યો હતો. ખાસ 'Gen-Z' (આજની યુવા પેઢી) ને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા 'Y' આકારના સ્પેશિયલ સ્ટેજ રેમ્પ પર ચાલતા-ચાલતા પીએમ મોદીએ 6,000 થી વધુ યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનું અભિવાદન ઝીલ્યું હતું.
"2014 પહેલાં ફાઇલો ટેબલ પર ફરતી રહી, અમે 2,500 કિમીનો ફ્રેટ કોરિડોર પૂરો કર્યો"
જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગાઉની સરકારોની ધીમી કામગીરી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે:
-
અગાઉની નીતિ પર કટાક્ષ: "ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો વિચાર 2004માં આવ્યો હતો, પરંતુ 2014 સુધીમાં એક કિલોમીટરનું કામ પણ થયું નહોતું. જો અગાઉની સરકારની ઝડપે કામ ચાલ્યું હોત તો આ કામ પૂરું થવામાં ત્રણ-ચાર પેઢીઓ નીકળી જાત."
-
10 વર્ષમાં બદલાવ: "2014માં વડોદરાના લોકોએ મને દિલ્હી મોકલ્યો અને અમે અટકેલા કામોને ગતિ આપી. આજે 2,500 કિલોમીટરથી વધુનો ફ્રેટ કોરિડોર પૂર્ણ થઈ ચૂક્યો છે, જે વિકસિત ભારતની નવી લાઈફલાઈન બની રહ્યો છે."
મે-જૂન સુધીમાં દોડશે બુલેટ ટ્રેન: અશ્વિની વૈષ્ણવ
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થઈ રહેલા ફેરફારોની વિગતો આપતાં મોટી જાહેરાત કરી હતી કે, આવતા વર્ષે મે-જૂન મહિના સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડતી થઈ જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે ફતેગંજ, કારેલીબાગ, VIP રોડ અને ન્યૂ VIP રોડ સહિત આખું વડોદરા શહેર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. પ્રધાનમંત્રીએ વડોદરાના નાગરિકો દ્વારા ચલાવવામાં આવેલા ખાસ સ્વચ્છતા અભિયાનની પણ જાહેરમાં સરાહના કરી હતી.
-