પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન માટે એક લાખ 20 હજાર કરોડ રૂપિયાનું મૂડી રોકાણ થશે
Live TV
-
આ પોલીસી દ્વારા હાઇબ્રીડ પાર્ક દ્વારા આગામી દાયકામાં , 30 હજાર મેગા વોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવાનો , રાજ્ય સરકારે નિર્ધાર વ્યક્ત કર્યો છે.
પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન માટે ગુજરાતે આગવી પહેલ કરીને , વિન્ડ -સોલાર હાઇબ્રીડ પાર્ક સ્થાપવા અંગેની , પોલીસી 2018ની જાહેરાત કરી છે. આ પોલીસી દ્વારા હાઇબ્રીડ પાર્ક દ્વારા આગામી દાયકામાં , 30 હજાર મેગા વોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવાનો , રાજ્ય સરકારે નિર્ધાર વ્યક્ત કર્યો છે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે નીતિની જાહેરાત કરતા કહ્યું હતું, કે અંદાજે એક લાખ 20 હજાર કરોડ રૂપિયાનું મૂડી રોકાણ થશે. જેમાં કચ્છની પુનઃપ્રાપ્ય ઉર્જાની ક્ષમતાનો , મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. રાજ્ય સરકારની ખરાબાની જમીનની , 40 વર્ષ માટે , ભાડા પટ્ટે ફાળવણી કરાશે. ઉર્જાનો ઉપયોગ રાજ્યમાં તો થશે જ , પરંતુ અન્ય રાજયોમા પણ , તેને ફાળવવામાં આવશે. સૌર અને પવન ઉર્જા , એક સાથે ઉત્પાદિત થતાં , જમીનની બચત થશે. આ યોજનાની સરળતા એ રહેશે, કે હાઇબ્રીડ પાર્ક ભાડાપટ્ટે અપાનાર જમીન , આપો આપ બીન ખેતી જાહેર થઇ જશે
