પૂર્ણેશ મોદી: રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ
Live TV
-
બાલાસિનોર ખાતે બાયપાસ રસ્તા સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી આ સરકાર રાજ્યમાં ક્યાંય ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને પરેશાન ન થવું પડે તે માટે રોડ નેટવર્ક સતત અપગ્રેડ કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
અંબાજી સહિતનાં યાત્રાધામોમાં ટ્રાફિક સંદર્ભે મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમે રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણને અંતે જરૂરી તમામ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. તેવી જ રીતે અમદાવાદ - કઠલાલ - બાલાસિનોર માર્ગ 38 કિલોમીટર લંબાઇનો રસ્તો પીપીપી ધોરણે બનાવવામાં આવ્યો છે. તે ઉપરાંત બાલાસિનોરના અન્ય રોડ નેટવર્ક પણ આરસીસીથી બનાવવામાં આવ્યા છે. જેને કારણે બાલાસિનોર ખાતે હાલના તબક્કે ટ્રાફિકની કોઈ સમસ્યા જણાતી ન હોવાથી બાલાસિનોર ખાતે બાયપાસ રસ્તો બનાવવાનું હાલ કોઈ આયોજન નથી. આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા સર્જાશે તો તે મુજબનું જરૂરી આયોજન કરવામાં આવશે તેમ મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યું હતું.
