પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની 129મી જન્મ જયંતી નિમિતે વિધાનસભા પોડિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી
Live TV
-
પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતની આઝાદીની ચળવળમાં અમૂલ્ય ફાળો આપનાર મોરારજીભાઈ દેસાઈની 129મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલ ચિત્ર સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, આદિજાતી વિકાસ મંત્રી કુબેરભાઇ ડિંડોર, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મંત્રી મંડળના સભ્યો તથા ધારાસભ્યોએ મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
