પૂ. જ્ઞાનવત્સલ સ્વામીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે D.LITT ની પદવી એનાયત
Live TV
-
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનવર્સિટી દ્વારા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને ઓનરરી ડી. લીટ પદવી ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એનાયત કરવામાં આવી છે.
આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિરાજ સિંહ વાઘેલા, પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઇ પટેલ, યુનિવર્સિટીના કુલપતિ જે.જે વહોરા, કુલ સચિવ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના વડીલ સંતો પૂજ્ય આદર્શ જીવન સ્વામી, પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી, પૂજ્ય રાજેશ્વર સ્વામી, પૂજ્ય અનિર્દેશ સ્વામી, પૂજ્ય કરુણામૂર્તી સ્વામી સહિત ૩૧ સંતો હાજર રહ્યા હતા.
પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ને આ બીજી માનદ D.LITT ડિગ્રી પ્રાપ્ત થઈ.
