Skip to main content
Settings Settings for Dark

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે 91 કરોડથી વધુના ખર્ચે યાત્રાધામનો સર્વાંગી વિકાસ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં **'વિકાસ ભી, વિરાસત ભી'**ના મંત્ર સાથે બહુમુખી વિકાસની આગવી પેટર્ન વિકસી રહી છે, જેમાં ભારતીય ઐતિહાસિક-ધાર્મિક વિરાસતોની જાળવણી અને સંવર્ધન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

    આ મંત્રને સાકાર કરવા ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના પવિત્ર-પ્રસિદ્ધ યાત્રાધામોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.ગુજરાતના અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી જેવા આધ્યાત્મિક તીર્થ સ્થળોના 360 ડિગ્રી વિકાસની કડીમાં હવે પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના જણાવ્યા અનુસાર, આ યાત્રાધામના વિકાસ માટે અંદાજે કુલ ₹91 કરોડથી વધુના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.શ્રી કૃષ્ણ - રૂક્ષ્મણી માતા યાત્રાધામના માસ્ટર પ્લાન હેઠળ માધવપુર ગામમાં એકબીજાથી એક કિલોમીટર જેટલા અંતરે આવેલા વિવિધ સ્થળોને આવરી લઈને સર્વાંગી વિકાસ કરવામાં આવશે, જેના પરિણામે યાત્રાળુઓને અનેકવિધ નવીન સુવિધાઓ ઉપલબ્ધ થશે.મુખ્યમંત્રીના હસ્તે પ્રથમ તબક્કામાં અંદાજે ₹48 કરોડના ખર્ચે નીચેના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું:શ્રી રૂક્ષ્મણી માતા મંદિરનો વિકાસ.ચોરી માયરાની જગ્યાનો વિકાસ.માધવરાયજી મંદિર જતાં રસ્તા પર બીચ ડેવલપમેન્ટ.બ્રહ્મ કુંડનું સંવર્ધન.મેળા ગ્રાઉન્ડનો વિકાસ.

    બીજા તબક્કામાં અંદાજે ₹43.72 કરોડના ખર્ચે નીચે મુજબના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે:શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ.મંદિર પાસે 300 મીટર બીચ ડેવલપમેન્ટ.પાર્કિંગ માટે પરિસરનો વિકાસ અને અન્ય પાયાની સુવિધાઓ.કાચબા ઉછેર કેન્દ્રથી માધવરાયજીના મંદિર સુધીનો રસ્તો 9 મીટર પહોળો કરવો.બીચ એરિયામાં ફૂડ કિઓસ્ક અને શૌચાલયની સુવિધા.પાર્કિંગ અને ફૂડ કોર્ટ સાથે જ જુદા-જુદા પ્રકારના સ્કલ્પચર, સાઇનેજીસ, ફાઉન્ટેન, સેલ્ફી પોઇન્ટ સહિતનું લેન્ડસ્કેપિંગ.આ વિકાસકાર્યો થકી માધવપુરનો સર્વાંગી વિકાસ થશે અને દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓની સુવિધામાં અનેકગણો વધારો થશે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડે આશા વ્યક્ત કરી છે કે, આ પગલાંના પરિણામે ગુજરાત આધ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રે વધુ સિદ્ધિઓ સર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply