Skip to main content
Settings Settings for Dark

પોલીયો નાબૂદી અભિયાન,રાજ્યભરમાં 5 વર્ષ સુધીના 80 લાખ બાળકોને પીવડાવાશે પોલીયોના 2 ટીપા

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીયો અભિયાનનો કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે  પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભુલકાંઓને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી  રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો...સમગ્ર રાજ્યમાં ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે ૮૦લાખથી વધુ ભુલકાંઓને પોલિયોના બે ટીપા પીવડાવી ‘પોલિયો મુક્ત ભારત, પોલિયોમુક્ત ગુજરાત’નો ધ્યેય પાર પાડવા રાજ્યભરમાં ૩૩,૬૪૧ બુથ મારફતે ૧ લાખ ૫૨ હજાર આરોગ્ય કર્મીઓ સેવારત છે....મુખ્યમંત્રીએ આજરોજ ગાંધીનગર મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે ૮.૩૦ કલાકે આ અભિયાનની શરૂઆત કરાવી છે... નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કુડાસણ ખાતે અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી પણ સુરત ખાતે આ અભિયાનમાં સહભાગી થઈ આ અભિયાનની શરુઆત કરાવી..મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં પાંચ વર્ષથી નાના બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવી પલ્સ પોલીયો અભિયાનની શરૂઆત કરાવી હતી..આ પ્રસંગે મુખ્ય મંત્રી એ જણાવ્યું હતું કે રાજ્યમાંથી પોલીયો નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. અને સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ધનિષ્ઠ અભિયાન આ માટે ચાલી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply