પ્રધાનમંત્રીએ સાબરમતી આશ્રમ ખાતે આશ્રમના પુન: વિકાસના પ્રોજકટનો શિલાન્યાસ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ ખાતે આશ્રમના પુન: વિકાસના પ્રોજકટનો શિલાન્યાસ કર્યો હતો અને આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં સામેલ થયા હતા. 1200 કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી આશ્રમનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. હાલમાં ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે.
માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. શિલાન્યાસ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશ્રમમાં આવેલી મહાત્મા ગાંધીજી પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. તેમજ એક પ્રદર્શનને પણ નિહાળ્યું હતું. તેમજ હ્દયકુંજમાં એક ડાયરીમાં નોંધ પણ લખી હતી.
આ અવસરે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતેથી આવેલા ખાસ ગાયકોએ ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજનનું ગાન કર્યું હતું. સાબરમતી આશ્રમ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેમજ દેશ વિદેશના મહાનુભાવનો સંસ્મરણો જોડાયેલા છે . ત્યારે તેને વધુ સુવિધાસભર બનાવતા મહાત્મા ગાંધીજીના આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચશે.આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશ્રમને આધુનિક ભારતનું તીર્થસ્થળ ગણાવ્યું હતું. તેમજ આ વિકાસ માટે જમીન આપનારા આશ્રમવાસીઓનો આભાર માન્યો હતો.
માસ્ટરપ્લાનમાં નવી ઇમારતોથી માંડીને વહીવટી સુવિધાઓ, ઓરિએન્ટેશન સેન્ટર જેવી મુલાકાતીઓની સુવિધાઓ, ચરખા સ્પિનિંગ પર ઇન્ટરેક્ટિવ વર્કશોપ, હાથથી બનાવેલા કાગળ, સુતરાઉ વણાટ અને ચામડાનું કામ અને જાહેર ઉપયોગિતાઓ સામેલ છે. આ ઇમારતોમાં ગાંધીજીના જીવનના પાસાઓ તેમજ આશ્રમના વારસાને પ્રદર્શિત કરવા માટે ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો અને પ્રવૃત્તિઓ રાખવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવરાજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેબિનેટ મંત્રી મુળુ બેરા, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી નરહરી અમીન મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી એ ગુજરાતમાં વિવિધ જગ્યાએ પ્રોજેકટનો સિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશ્રમને અપ્રતિમ ઉર્જાનું સ્થળ ગણાવ્યો હતો.
