પ્રધાનમંત્રીના અમદાવાદ પ્રવાસને લઈ "નો ડ્રોન ફ્લાય ઝોન" અંગેનું અમદાવાદ પોલીસ કમિશનરનુ બહાર પડાયુ જાહેરનામું
Live TV
-
ભારતના પ્રધાનમંત્રી અમદાવાદની મુલાકાતે પધારનાર હોવાથી શહેરના તમામ વિસ્તારોમાં "નો ડ્રોન ફ્લાય ઝોન" અંગેનું અમદાવાદ પોલીસ કમિશનરનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25,26-08-2025ના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે આવવાના હોય એવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો,આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM)ના ગેરલાભ લઇ મહાનુભાવની તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.
હું પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા અમદાવાદ શહેર, (ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.08/11/82 ના નોટીફીકેશન નં.જીજી/ 422/ સીઆરસી/1082 /1080-એમ તથા ગૃહ વિભાગના તા.07/01/ 1989ના સંકલીત જાહેરનામાં નં.જીજી/ 6/ ફકઅ / 1088 / 6750/મ) અન્વયે મને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 મુજબ મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં આ નીચે જણાવેલ સમયે મહાનુભાવ અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરૂ છુ. જે દરમ્યાનમાં રીમોટ કેન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/ પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR), તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની/ કરવાની મનાઇ ફરમાવું છું.
અપવાદ
પોલીસ વિભાગ અને સુરક્ષાબળો દ્વારા ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ કરવા આ જાહેરનામાં માંથી મુક્તિ આપુ છું.વિસ્તાર
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર.આ હુકમ તા.25/08/2025ના કલાક 14/00 થી તા.26/08/25 કલાક 17/00 સુધી અમલમાં રહેશે.
શિક્ષા
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા- 2023ની કલમ - 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.જાહેર વિજ્ઞાપન
હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત નિર્દેશ કરેલ વિસ્તારોમાં સહેલાઇથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોંટાડી, અમદાવાદ શહેર પોલીસના તમામ Social media એકાઉન્ટસ ઉપર તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્રો ઉપરથી બહોળી પ્રસિધ્ધી કરાવવી.આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નર ,સંયુક્ત/ અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
