પ્રધાનમંત્રી આજે વડોદરા ખાતે નવી તૈયાર થનારી C-295 એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધાનો શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી વડોદરાની મુલાકાત દરમિયાન; સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને આગળ ધપાવવા માટે, C-295 એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધાનો શિલાન્યાસ કરશે. દેશમાં ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધા બનશે. આ સુવિધાનો ઉપયોગ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન વચ્ચેના સહયોગ દ્વારા ભારતીય વાયુસેના માટે 40 C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે થશે.

આ સુવિધા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં લેવાનારું એક મુખ્ય પગલું હશે અને આ ક્ષેત્રના ખાનગી ખેલાડીઓની ક્ષમતાને ખુલ્લો દોર આપવામાં પણ મદદ કરશે. આત્મનિર્ભર ભારત અંતર્ગત એરોસ્પેસ ઉદ્યોગમાં ટેકનોલોજીકલ અને વિનિર્માણની પ્રગતિ દર્શાવતા પ્રદર્શનની પણ પ્રધાનમંત્રી મુલાકાત લેશે.