Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ: વિકાસકાર્યોની ભેટ અને ખેડૂતો માટે મહત્વના નિર્ણયો

Live TV

X
  • ગાંધીનગર: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતમાં લેવાયેલા વિવિધ નિર્ણયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

    પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ રાજ્યના વિકાસ માટે અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરશે.સવારે 09:40: અમદાવાદ એરપોર્ટ પર આગમન.સવારે 10:00: કોબા ખાતે 'સમ્રાટ મ્યુઝિયમ'નું લોકાર્પણ.બપોરે 12:00: સચિવાલય હેલિપેડથી સાણંદ જવા રવાના.બપોરે 12:45: સાણંદ ખાતે 'સેમિકન્ડક્ટર પ્લાન્ટ'નું ઉદ્ઘાટન.બપોરે 02:55: ડીસા જવા રવાના.બપોરે 03:45: બનાસકાંઠાના થરાદના નારી ગામે આગમન અને કરોડોના વિકાસકામોનું લોકાર્પણ.
    સાંજે 05:45: ડીસાથી આસામ જવા રવાના થશે.

    ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે મહત્વની જાહેરાતો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સરકારની કટિબદ્ધતા દર્શાવતા નીચે મુજબના મુદ્દાઓ જણાવ્યા હતા.સિંચાઈ અને જળ સંચય: રાજ્યમાં તળાવો ભરીને હરિયાળી ક્રાંતિ લાવવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. કચ્છમાં 'હાઈ કંટ્રોલ કેનાલ'ને આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે.સબસિડી: ફુવારા પદ્ધતિથી સિંચાઈ માટે સબસિડીમાં વધારો કરવામાં આવશે.વાહન પાસિંગ: ખેડૂતોના ટ્રેક્ટર અને ટ્રોલી માટે 5 વર્ષ સુધી પાસિંગમાંથી મુક્તિ આપવા સરકાર કટિબદ્ધ છે.વીજ ટાવર પોલિસી: ખેતીની જમીનમાં વીજ ટાવરના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ખાસ નવી પોલિસી બનાવવામાં આવશે.ખાતર વિતરણ: ખાતર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા નવી નીતિ અમલમાં આવશે.શિક્ષણ: ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ અને કોલેજોએ હવે ICAR (ICR) ના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply