Skip to main content
Settings Settings for Dark

'પ્રાકૃતિક ખેતીમાં નવા સંશોધનો' વિષય પર દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનું આયોજન

Live TV

X
  • રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનમાં 17 દેશોના 2000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

    'પ્રાકૃતિક ખેતીમાં નવા સંશોધનો, ધરતી અને બીજની ગુણવત્તામાં વૃદ્ધિ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI અને ડ્રોનનો ઉપયોગ' વિષય પર આધારિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ધરતી માતા આપણે જીવીએ ત્યાં સુધી આપણને પ્રાકૃતિક સંપદા આપે છે. આપણે અનાજનો એક દાણો ધરતી માતાને આપીએ તો સામે એ અનેક દાણા ઉગાડીને આપણને પાછા આપે છે. રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી આપણે રત્નગર્ભા ધરતી માતાને ઝેરી બનાવીને તેની ફળદ્રુપતા હણી લીધી છે. ધરતીને પુનઃ ફળદ્રુપ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે. 

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. કૃષિ સંમેલનનો શુભારંભ કરાવતાં તેમણે કહ્યું કે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પ્રાણી જગત અને માનવતાના કલ્યાણ માટે હોવો જોઈએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી આજે આખા ભારતની ભૂમિનો ઓર્ગેનિક કાર્બન 0.2, 0.3 કે 0.4 થઈ ગયો છે. કૃષિ વૈજ્ઞાનિકોના મતે ઓર્ગેનિક કાર્બન 0.5 થી ઓછો હોય તે ધરતી બંજર કહેવાય. રાસાયણિક ખેતી હિંસક ખેતી છે. જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી ધરતીના મિત્ર જીવો નાશ પામે છે. ગોબર-ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીથી અળસિયા અને મિત્ર જીવોની સંખ્યામાં જબરદસ્ત વૃદ્ધિ થાય છે, જે ધરતીને ફળદ્રુપ બનાવે છે. 

    આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ધરતીને પુનઃ ઉપજાઉ બનાવવી હશે તો પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતી મિશનને જન આંદોલન બનાવી દીધું છે. ભારત સરકારે પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપીને નવા અંદાજપત્રમાં નવી નાણાકીય જોગવાઈ પણ કરી છે. ગુજરાત સરકારના પ્રયત્નોથી રાજ્યમાં દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી સાથે રાજ્યની નવી કોલેજો જોડાઈ રહી છે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે, જે રાજ્ય બહારની કોલેજો પણ સ્વીકારી રહી છે.  પ્રાકૃતિક ખેતી ઈશ્વરીય કાર્ય છે. પ્રાકૃતિક ખેતી આવનારી પેઢી માટે ઉપકારક ખેતી પદ્ધતિ બની રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply