Skip to main content
Settings Settings for Dark

બગોદરામાં સામૂહિક આપઘાત, પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

Live TV

X
  • અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે મોડીરાત્રે એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના બની છે. બગોદરા બસ સ્ટેશન પાસે આવેલા એક ભાડાના મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકના કરુણ મોત નિપજ્યાં છે. પરિવાર મૂળ ધોળકાના બારકોઠા વિસ્તારનો હતો.

    મૃતક પરિવારના મોભી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવાર આર્થિક સંકડામણમાં હોય આત્મઘાતી પગલુ ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે...ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી..જેઓએ ઘટનાનું નિરિક્ષણ કરી પુરાવા એકત્રિત કરી જરુરી સૂચનો આપી ઘટના અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે..પાંચેય મૃતદેહોને અમદાવાદ સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે..પોલીસ આ ઘટના પાછળનું સાચુ કારણ જાણવા માટે સઘન તપાસ કરી રહી છે.. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક અંદાજ મુજબ આર્થિક સંકડામણને કારણે પરિવારે આવું આત્મઘાતી પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply