બજેટ સત્ર પૂર્વે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક
Live TV
-
બજેટ સત્ર પૂર્વે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ચાલી રહી છે. બેઠકમાં રાજ્યના વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે લેખા જોખા, કૃષિ, શિક્ષણ , આરોગ્ય સહિતના વિભાગની આગામી યોજનાઓ અંગે બજેટ માંગણીઓ વિશે પણ વિસ્તૃત મંથન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આગામી બીજી ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવનાર છે. સત્ર અંગેના આયોજન વિશેની પણ ચર્ચા થઈ શકે છે. કેબિનેટની બેઠકમાં મંત્રી મંડળના સભ્યો અને સચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
