Skip to main content
Settings Settings for Dark

બદલાતા વાતાવરણમાં બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી જરૂરી

Live TV

X
  • વરસાદી ઋતુમાં ભેજ અને તાપમાનમાં થતા ફેરફારને કારણે વાયરલ તાવ, શરદી-ખાંસી, ફ્લૂ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા પેટની બીમારીઓનું જોખમ વધે છે. આવા સમયે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

    બાળકોનું સમયસર રસીકરણ કરાવવું, સ્વચ્છતા જાળવવી અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ. વૃદ્ધોએ પૂરતો આરામ, હળવો વ્યાયામ અને સંતુલિત આહાર લેવો જોઈએ. બહારના ખોરાકને બદલે તાજો અને ઘરનો ખોરાક લેવાથી ચેપી તથા પેટની બીમારીઓથી બચવામાં મદદ મળે છે.હળદર, આદુ, તુલસી, મરી, લસણ અને લીંબુ જેવી રસોડામાં સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે. જોકે, બીમારીના લક્ષણો જણાય તો ઘરગથ્થુ ઉપચાર પર નિર્ભર રહેવાને બદલે તબીબી સલાહ લેવી જરૂરી છે.વ્યક્તિગત સ્વચ્છતા, શુદ્ધ પાણી, મચ્છરથી બચાવ, પૂરતું પાણી પીવું અને પૂરતી ઊંઘ જેવી સાવચેતી રાખવાથી બદલાતી ઋતુમાં સ્વાસ્થ્ય જાળવી શકાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
apply