Skip to main content
Settings Settings for Dark

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ: ગુજરાતમાં 'જનજાતિય ગૌરવ રથ યાત્રા'નો પ્રારંભ

Live TV

X
  • ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ભાગરૂપે, ગુજરાત સરકારે 7મીથી 13મી નવેમ્બર, 2025 દરમિયાન 14 જિલ્લાઓમાં 'જનજાતિય ગૌરવ રથ યાત્રા'નું આયોજન કર્યું છે. ઉમરગામ અને અંબાજીથી એકતાનગર સુધીના1,378 કિ.મી.ના બે રૂટ પર આ યાત્રા નીકળશે, જેનો ઉદ્દેશ્ય જનજાતિય સમાજના રાષ્ટ્રનિર્માણમાં આપેલા ગૌરવપૂર્ણ યોગદાનનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે.

    ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, રાજ્ય સરકારે તા. 7મીથી 13મી નવેમ્બર, 2025 દરમિયાન 'જનજાતિય ગૌરવ રથ યાત્રા'નું વિશેષ આયોજન કર્યું છે. આ યાત્રાનો મુખ્ય હેતુ રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 'જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ' અંતર્ગત યોજાઈ રહી છે.

    બંને રૂટ પર વ્યાપક ભ્રમણ:

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાનારી આ યાત્રા બે મુખ્ય રૂટ પર કુલ 1,378 કિલોમીટરનું અંતર કાપશે અને 14 જિલ્લાઓના 88 જેટલા ગામોને આવરી લેશે. રૂટ-1 ઉમરગામથી એકતાનગર સુધી અને રૂટ-2 અંબાજીથી એકતાનગર સુધી  જશે.

    રૂટ-1: દક્ષિણ ગુજરાત

    વલસાડના ઉમરગામથી શરૂ થતો રૂટ-1 પ્રથમ દિવસે ધરમપુર ખાતે રાત્રિ રોકાણ કરશે. આ યાત્રા નવસારીના વાંસદા, તાપીના વ્યારા, અને સુરતના માંડવી જેવા આદિજાતિ વિસ્તારોમાંથી પસાર થશે. છઠ્ઠા દિવસે ભરૂચના ઝઘડીયા આવીને, સાતમા અને અંતિમ દિવસે નેત્રંગથી પ્રસ્થાન કરી એકતાનગર-કેવડીયા આવીને પૂર્ણાહુતિ કરશે. આ રૂટ પર આદિજાતિ વિકાસ મંત્રી  નરેશ પટેલ સહિત સાંસદો અને ધારાસભ્યો સહભાગી થશે.

    રૂટ-2: ઉત્તર અને મધ્ય ગુજરાત

    રૂટ-2 બનાસકાંઠાના અંબાજીથી પ્રસ્થાન કરશે અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તેમજ અરવલ્લીના શામળાજી ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ આ યાત્રા દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓને આવરી લેશે. દાહોદના લીમખેડા, પંચમહાલના પાવાગઢ અને છોટાઉદેપુરના ક્વાંટ થઈને આ રૂટ પણ અંતિમ દિવસે એકતાનગર-કેવડીયા ખાતે સમાપ્ત થશે. આ રૂટ પર આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી.બરંડા સહિત અન્ય મંત્રીઓ અને પદાધિકારીઓ જોડાશે.

    કાર્યક્રમો દ્વારા સંદેશ પ્રસાર:

    રથયાત્રાના માર્ગ પર ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન, ભગવાન બિરસા મુંડાના જીવનની ગાથાઓ અને સરકારની આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક, સભાઓ અને સંવાદ જેવા માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે, જેથી આ પવિત્ર પરંપરાનો સંદેશ જન-જન સુધી પહોંચે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply