Skip to main content
Settings Settings for Dark

ભરૂચના આલિયાબેટના 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઊભું કરાશે

Live TV

X
  • આજે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથેજ આચારસંહિતા લાગુ થઇ છે. મતદારો વધુ મતદાન સરળતાથી કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં અન્ય મતદાન મથકોથી અલગ મતદાન મથક ઉભું કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે ભરૂચના આલિયાબેટના 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવશે. અહીંના લોકોને મતદાન માટે 82 કિમી દૂર જવું પડતું હતું. બેટ ઉપર જત લોકો વસવાટ કરે છે અને બેટ ઉપર એક પણ સરકારી મકાન ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવશે.

    ગુજરાતના ભરૂચ નજીક આલીયાબેટ ટાપુ આવેલો છે. વર્ષ 2021 માં સ્થાનિકો ચૂંટણીઓમાં પંચે પ્રથમ વખત અહીં મતદાન મથક બનાવ્યું હતું. તે સમયે મતદાન મથકમાં 204 મતદારોએ વોટ આપ્યો હતો. આ પોલિંગ બૂથ એક સ્કૂલના શેડમાં બનાવવામાં આવ્યું હતું. અહીં લગભગ 600 લોકોની વસ્તી છે.

    છેવાડાના વ્યક્તિને પણ મતાધિકાર મળે તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે એવું ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. 

    ગુજરાતમાં એકમાત્ર ભરૂચના આલીયાબેટમાં શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરશે. અલાયદા મતદાન મથકના નિર્માણનો શ્રેય ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને જાય છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે બેટ ઉપર એકપણ પાકી સ્ટ્રક્ચર નથી. અહીંના અલાયદા મતદાન મથકમાં રહેવા , શૌચાલય અને ગરમી -ઠંડીથી સલામતીની તમામ વ્યવસ્થા રહેશે. છેવાડાના વ્યક્તિને પણ મતાધિકાર મળે તેનો ખ્યાલ રાખવા પ્રયત્ન કરાયો છે.

    આલિયા બેટ એ એક નાનો ટાપુ છે જે ભરૂચ જિલ્લામાં ભાડભૂત કિનારાની નજીક સ્થિત છે. તે નર્મદા નદી પરનો એક નાનો ટાપુ છે જેનો વિસ્તાર વિશાળ છે. અહીં પશુપાલનનો વ્યવસાય કરતા જત કોમના લોકો રહે છે. સ્થાનિકો પાસે મોટી સંખ્યામાં ગાય, ભેંસ અને ઊંટ છે. બોટમાં ભરૂચ અને હાંસોટના કિનારે પહોંચી સ્થાનિક ગામોમાં તે દૂધનો વ્યવસાય કરે છે. અહીંના સ્થાનિકો ખૂબ જ પછાત જીવન જીવે છે જેઓ વીજળી માટે સોલર લાઈટ ઉપર નિર્ભર છે. દૂધ આપવા જતા લોકો પરત કેનમાં પીવાનું પાણી ભરી લાવે છે.

    સ્થાનિક આગેવાન મહમદ જતે જણાવ્યું હતું કે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરવાના નિર્ણયથી અહીંના લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. અગાઉ સ્થાનિકોએ બોટમાં કલાદરા ગામ સુધી મતદાન માટે જવું પડતું હતું જેના કારણે મતાધિકારનો ઉપયોગ કરાતો ન હતો. તંત્રે લોકશાહીની પ્રક્રિયામાં જોડવાના આ પ્રયાસ બદલ આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply