Skip to main content
Settings Settings for Dark

ભરૂચ : ભારે વરસાદ બાદ રોગચાળો ન ફેલાઈ જાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગસતર્ક

Live TV

X
  • ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે આવી પડેલી આફત સામે જિલ્લા વહીવટી તંત્ર ઢાલ બનીને ઉભુ છે. વહીવટી તંત્રની સતર્કતાના પગલે જિલ્લામાં કોઈ પણ મોટી આપત્તિનો સામનો કરવો પડ્યો નથી.

    જિલ્લાના આરોગ્યવિભાગ દ્વારા પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી લોકોના સ્વાસ્થ્ય માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. જિલ્લામાં વરસાદે વિરામ લેતાં લોકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજજ બન્યું છે. લોકોની આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતને પહોંચી શકાય એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. 

    આજરોજ ભરૂચ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્નારા પુરઅસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી. જ્યાં હાંસોટ તાલુકાના હાંસોટ અને આસરમા, પાંજરોલી વગેરે જેવા પુરઅસરગસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી આરોગ્ય વિષયક કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમજ ગ્રામજનો,તલાટી મંત્રી અને સરપંચ સાથે ચર્ચા કરી પૂરના પાણી ઉતરી ગયા પછી રોગચાળા અટકાયતી પગલાં માટે કેવું આયોજન કરવું તે સમજાવ્યું હતું.

    ભરૂચ જિલ્લામાં નાના બાળકો, સગર્ભાઓ, બીમાર લોકો અને વૃદ્ધ લોકોને આરોગ્ય વિભાગની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. વરસાદ બાદ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં અનેક ગામડાઓમાં આરોગ્યની ટીમ દ્વારા સતત સઘન કામગીરી કરતા જિલ્લામાં વરસાદ બાદ રોગચાળા અટકાયત અને સાવચેતીના પગલાં રૂપે પડતર કચરાનો નિકાલ, દવા છંટકાવ, ફોગીંગ, પાણીના ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

    આ બાબતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય છે. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે. ગ્રામીણ કક્ષાએ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તથા ગ્રામ પંચાયતો અને નગરપાલિકા સાથે સંકલન કરી જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં ડસ્ટિંગ કામગીરી પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત જ લોકો પાણીને ઉકાળીને પીવે, મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી પગલા લે તે અંગે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ઘરે ઘરે જઈને એબેટ સારવાર દ્વારા ઇન્ડોર પાણીમાં પોરા નાશક કામગીરી અને આરોગ્ય તપાસ કરી સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદી વાતાવરણ બાદ સ્વાઇન ફ્લૂ અને ઝાડા ઉલ્ટી જેવા રોગોનો ઉપદ્રવ વધતો હોય છે, તેમજ ઝાડા ઉલ્ટી અને મેલેરિયાના કેસો ન વધે એ માટે ભરૂચ જિલ્લાવાસીઓને આરોગ્ય સંબંધિત રાખવાની કાળજી અંગે આરોગ્ય કર્મીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ વરસાદ બાદ ઉદભવતી નાની મોટી વાઇરસ જન્ય બીમારીઓ સામે રક્ષણ માટે ઉકાળેલું પાણી પીવા સમજાવવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply